પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પ્રભાસ ખંડ મહાત્મય કથા આજરોજ સંપન્ન થઈ હતી.
પ્રભાસ ખંડ મહાત્મ્ય કથાના પાંચ દિવસ પ્રભાસ તીર્થના અભૂતપૂર્વ આધ્યાત્મિક મહાત્મય દર્શનનો ઉત્સવ બન્યા હતા. ડો.મહાદેવ પ્રસાદ મહેતાએ પ્રભાસ તીર્થ નું ક્ષેત્ર કેટલું પુણ્યશાળી છે. કેટકેટલા મહાપુરુષો અને ભગવાને આ ભૂમિને પવિત્ર બનાવી છે. પ્રભાસ તીર્થમાં કઈ ધાર્મિક ક્રિયાનું શું મહત્વ છે અને તેનું ફળ કેટલું મળે છે અનાદિકાળથી પ્રભાસ નો ઇતિહાસ શું રહ્યો છે આ તમામ પાસાઓનું જ્ઞાન સોમનાથ દર્શને આવનાર ભક્તો ઉપરાંત સ્થાનિય ભાવિકોને જાણવા મળ્યું હતું.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જે.ડી. પરમાર સાહેબે પ્રભાસ ખંડ મહાત્મ્ય કથા અંગે ઉદબોધન કરતા જણાવ્યું હતું કે પ્રભાસ તીર્થને આદિ તીર્થ કહેવામાં આવે છે એવું પ્રાચીન તીર્થ કે જે સૌથી પહેલાનું છે પ્રભાસનું ઉલ્લેખ અનેક ગ્રંથોમાં સ્પષ્ટ જોવા મળે છે જે તીર્થનું ધાર્મિક મહત્વ પ્રસ્થાપિત કરે છે.
પ્રભાસ ખંડ કથાના અંતિમ દિવસે જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા, ચીફ એકાઉન્ટન્ટ અજયભાઈ દુબે સહિતના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ દ્વારા ડો.મહાદેવપ્રસાદ મહેતાના આશીર્વાદ લઇ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સમસ્ત બ્રહ્મસમાજ, સોમપુરા બ્રહ્મ સમાજ,આહીર સમાજ, વિવિધ સમાજો અને અગ્રણીઓ ઉપસ્થીત રહ્યા હતા, અને સૌ કથા વિરામ સમયે આરતી જોડાયા હતા.
શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડાએ કથા પુર્ણાહુતી સમયે આભારવિધિ કરેલ હતી કથા માં પ્રત્યક્ષ તથા ઓનલાઇન માધ્યમથી જોડાયેલા હતા તેઓનો આભાર વ્યક્ત કરેલ, વિવિધ સમાજો દ્વારા અધિક-શ્રાવણ દરમ્યાન યોજવામાં આવેલ કથાઓમાં જોડાવા બદલ આભાર વ્યક્ત કરેલ. સાથે જ આ પાવન પ્રભાસખંડ સત્સંગ દ્વારા સોમનાથ મહાદેવ અને આસપાસ ના તીર્થો થી શ્રોતાજનોને વિશેષ જ્ઞાનસભર બનાવવા હેતુ કથાકારશ્રી મહાદેવપ્રસાદ નો સહ્રદય આભાર વ્યક્ત કરેલો હતો.
દેશના યજસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ સમગ્ર માનવ સમાજ માટે ધાર્મિક અને આધ્યાત્મિક ચેતનાનો સકારાત્મક પ્રસાર કરવાની દિશામાં સતત અગ્રેસર છે. ત્યારે ટ્રસ્ટની આ જ વિચારધારા અંતર્ગત સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈના માર્ગદર્શનમાં ટ્રસ્ટ દ્વારા અધિક માસ અને શ્રાવણ માસ દરમિયાન ૪ કથાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમદ ભાગવત કથા, શ્રી વિષ્ણુ પુરાણ કથા, શ્રી શિવપુરાણ કથા, અને પ્રભાસખંડ મહાત્મય કથા યોજવામાં આવી હતી.