અરવલ્લી જીલ્લાના મેઘરજથી ઉંડવા, મેઘરજથી કાલિયાકુવા રોડ પર અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. આ માર્ગો પર નશામાં ચકચુર થઈ બાઈક સવારો ગમે ત્યાં પડી રહેલા જોવા મળી રહ્યા છે…..!!!
આ માર્ગ પર દારૂના નશામાં બેભાન હાલતમાં વાહન ચલાવતા લોકો નિર્દોષ વાહન ચાલકોને અડફેટે લઇ કેટલાયે પરિવારોના માળાને પિંખી નાખતા હોય છે…..!!!
તાજેતરમાં ઉંડવા ચેકપોસ્ટ નજીક એક બાઈક ચાલક દારૂના નશામાં ચકચુર થઈ રોડ સાઈડ પર બેહોશીની હાલતમાં સુતેલા યુવાનનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ તંત્ર દ્વારા ઉંડવા ચેકપોસ્ટ અને કાલિયાકુવા ચેકપોસ્ટ પર કડક ચેકીંગ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે