સમગ્ર દેશમાં જન્માષ્ટમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થવાની છે ત્યારે, અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન, કાળિયા ઠાકોરના મંદિર એવા, શામળાજી ખાતે પણ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે… અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે, શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઇને મંદિરને શણગારવામાં આવ્યું છે, તો જિલ્લાવાસીઓમાં કાન્હાના વધામણાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
યાત્રાધામ શામળાજી ખાતે શ્રીકૃષ્ણ જન્મને વધાવવા, મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. મંદિર તેમજ પરિસરને વિવિધ રોશની, આસોપાલવ, કેળ, તેમજ વાંસના તોરણોથી શણગારવામાં આવ્યું છે. બીજી તરફ જગતના નાથને વધાવવા માટે, ગામના યુવાનો દ્વારા, સમગ્ર ગામમાં 100 થી વધુ મટકીઓ બાંધવામાં આવી છે.. જન્માષ્ટમીની સવારે યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારો લોકો શોભાયાત્રામાં જોડાશે,, શોભાયાત્રામાં 200 કિલો અબીલ-ગુલાલ ઉડાડવામાં આવશે,,, આ સાથે જ મંદિર પરિસરમાં કાન્હાના ભજન સહિતના કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે,,, સ્થાનિક મહિલાઓ કાન્હાના ભજન ગાઈને વધામણા કરશે…
શમાળાજી મંદિર ખાતે, શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને, અરવલ્લી જિલ્લા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવશે, જેમાં, 6 PSI, 100 પોલીસ કોન્સ્ટેબલ, 80 હોમગાર્ડ સહિત 186 પોલીસ ના જવાનો તૈનાત રહેશે, કૃષ્ણ જન્મોત્સવ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક છે..