42 C
Ahmedabad
Sunday, May 19, 2024

અરવલ્લી : પોલીસે 15 દિવસમાં લાખ્ખો રૂપિયાનો દારૂ ઝડપ્યો, શામળાજી નજીક જીપમાંથી 634 અને મોડાસા નજીક 57 બોટલ દારૂ જપ્ત


અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો પર તવાઈ બોલાવી છેલ્લા 15 દિવસ દરમિયાન નાના-મોટા વાહનોમાંથી લાખ્ખો રૂપિયાનો શરાબ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે જન્માષ્ટમી પર્વમાં વિદેશી દારૂની રેલમછેલ કરવાના મનસૂબા પર પોલીસે પાણી ફેરવી દીધું છે શામળાજી પોલીસે બોલેરો જીપમાંથી 1.19 લાખથી વધુનો વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો મોડાસા ટાઉન પોલીસે બે બાઈક પર 8 હજારથી વધું દારૂની ખેપ મારનાર ત્રણ બુટલેગરોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા

Advertisement

શામળાજી પોલીસે અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલિંગ હાથધરતા બોલેરો જીપમાં વિદેશી દારૂની ખેપ થતી હોવાની બાતમી મળતા પોલીસે નાકાબંધી કરી બાતમી આધારિત જીપ આવતા અટકાવવાનો પ્રયાસ કરતા જીપ ચાલક બુટલેગર જીપ રિવર્સ લઇ હંકારી મુકતા પોલીસે પીછો કરતા બુટલેગરે પોલીસને હંફાવી હતી જાબચિતરીયા નજીક વળાંકમાં બુટલેગરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ સાઈડ રહેલી પલ્સર પર ચઢાવી દેતા જીપ અટકી જતા પોલીસે બે જીપથી દારૂ ભરેલી જીપને બ્લોક કરતા જીપ ચાલક બુટલેગર દોટ લગાવતા પોલીસે અજય કાંતિલાલ બરંડા (રહે,ખેરવાડા) ને દબોચી લઇ જીપમાંથી 1.19 લાખથી વધુનો દારૂ સહીત 3.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી જીપમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન બાબરીના ગોવિંદ બંસીલાલ ડામોર ઉર્ફે સરપંચ તેનો માણસ બાવો અને બલીચાના સુભાષ કલાલ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

મોડાસા ટાઉન પોલીસે પલ્સર બાઈક અને હીરો ડિલક્સ બાઈક પર દારૂની ખેપ મારતા 1)કુંદન શંકર તબીયાડ (રહે,રામપુર,ભીમપગલા ભિલોડા),2) કિરીટ પૂજા ખરાડી (રહે,ઘાંટાવસવાટ-મોડાસા) અને 3) કમલેશ મહેશ ઢૂંસા (રહે,કુડોલ ઘાંટા-મોડાસા) ને દબોચી લઇ તેમની પાસેથી વિદેશી દારૂ, બિયર ટીન-87 કીં.રૂ.8800/- નો જથ્થો તેમજ બાઈક અને મોબાઈલ મળી રૂ.94 હજાર થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!