અરવલ્લી જીલ્લામાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રો માથે ચિંતાના વાદળો ઘેરાયા છે વરસાદ ખેંચાતા ખેતી પાક નિષ્ફળ જવાની દહેશત પેદા થઇ છે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે જીલ્લાના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી વાદળ છાયું વાતાવરણ વચ્ચે મોડાસા શહેરમાં વરસાદદી ઝાપટું પડ્યું હતું મેઘરજ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના લોકો અને ખેડૂતો મેહુલિયો મહેરબાન થાય તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે
અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો મેઘરજના જીતપુર,ખાખરીયા,ઇસરી, રેલ્લાવાડા સહીત પંથકમાં ગાજવીજ અને ભારે પણ સાથે ધોધમાર વરસાદ પડતા
મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે