ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં અધધ નફો રહેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂની ખેપ મારવા નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા આરોપીઓ દારૂબંધી માત્ર કાગળ પર હોવાની ચાડી ખાઈ રહ્યા છે.
ત્યારે ફરી એકવાર ઇસરી પોલીસ તેમજ અરવલ્લી જિલ્લામાં સતત ઝડપાયેલા દારૂથી હાલ તો દારૂની હેરાફેરીના ઉત્તમ નમુનાઓ દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે જેમાં મેઘરજ તાલુકા ની અંદર ઈસરી પોલીસ સ્ટેશન ગામ પાસેથી ઇકો ગાડી માંથી દારૂ ઝડપાયો હતો. પોલીસ સ્ટેશનના માણસો પીએસ આઈ વી એસ દેસાઈ,પો.કો સંજયભાઈ, મયુરભાઈ, કિરપાલસિંહ,બાબુભાઈ પ્રેટ્રોલિંગમાં નવાગામ ખાતે હતા તે દરમિયાન ઇકો ગાડી ને ઉભા રાખવા કહેતા ઇકો ચાલાકે ઉભી ન રાખી હતી તે દરમિયાન પોલીસ દ્વારા eeco ગાડીનું પીછો કરવામાં આવ્યો હતો અને આ ગાડી રેલ્લાંવાડા પાસે થી ઈકો ગાડી પોલીસે ઝડપી પાડી હતી અને ઇકો ચાલક ગાડી મૂકી બાજુના ખેતરમાં ઉતરી ભાગી ગયો હતો ઇકો ગાડીની તલાશિ લેતા ગાડીમાંથી રાજેસ્થાની બનાવટ ની બિયર ની પેટીઓ અને ઈંગ્લીશ દારૂ ની પેટીઓ સાથે કુલ નંગ 552 બોટલ ઝડપાઈ હતી સાથે ઇસરી પોલીસે કુલ 70,600/- રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો અને ઇસરી પોલીસે પ્રોહી મુદામાલ તેમજ ઇકો ગાડી સાથે કુલ 4,22,600/- રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો અને પ્રોહીબીશન હેઠળ ઇકો ચાલક સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી