અગાઉ 2019 માં આ મંદિરમાં ચોરી થઈ હતી જે ગુનો આજ દિન સુધી વણઉકલ્યો છે…!!!
આસ્થાનું પ્રતિક એવા મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો ભયના ઓથાર હેઠળ
સાઠંબા પોલીસ મથક વિસ્તારના પટેલના મુવાડા ગામે આવેલા આસ્થાનું પ્રતિક એવા સતકેવલ મંદિરમાં સોમવારે રાત્રે અજાણ્યા ચોરોએ ત્રાટકી મંદિરને નિશાન બનાવી ભગવાનના આભૂષણોની ચોરી થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ તાલુકાના સાઠંબા નજીક આવેલા પટેલના મુવાડા ગામે આવેલા સત કૈવલ મંદિરમાં સોમવારે રાત્રે ચોરોએ ત્રાટકી મંદિરના દરવાજાનું તાળુ તોડી મંદિરમાં પ્રવેશ કરી કરૂણાસાગરની મુર્તિ ઉપર આવેલ ચાંદીનું છત્ર, પ્રતિમા, ચાંદીની પાદુકા અને દાનપેટી તોડી દાનની રકમ ચોરી કરી ગયા હતા. સાથે સાથે મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ઉઠાવી ગયા હતા.
પટેલના મુવાડા મંદિરમાં એક લાખ ઉપરાંતના દાગીનાની ચોરી અંગે સાઠંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે ડાૅગ સ્કવોડ બોલાવી પગેરૂ શોધવા કોશિષ હાથ ધરી હતી પરંતુ તેમાં ઝાઝી સફળતા પ્રાપ્ત થાય તેમ લાગતું નથી