બાયડ નગર ખાતે આવેલ ગાબટ રોડ ઉપર રસ્તાની બાજુમાં ચાલી રહેલા ખોદકામથી બી.એસ.એન.એલના ઠેર-ઠેર કેબલ કપાઈ જવાથી અનેક વિસ્તારો તેમજ ઓફીસોમાં પુરતું નેટવર્ક ના આવવાના કારણે પ્રજાજનોમાં બુમો ઉઠવા પામી છે. ત્યારે બાયડ ખાતે આવેલી પોસ્ટ ઓફીસમાં ચાર દિવસથી રીંકરીંગ કામ કાજ, લેવડ-દેવડ નું કામ કાજ ઠપ્પ હાલતમાં જોવા મળ્યું છે. કારણ કે ગાબટ રોડ ઉપર રસ્તાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેથી રોડ ઉપર આવેલ કેબલ કપાઈ જવાના કારણે સરકારી ઓફીસમાં વપરાતા બી.એસ.એન.એલ નું નેટવર્ક ના મળતાં જેથી પોસ્ટ ઓફીસમાં નેટવર્ક ન આવવાના કારણે ગ્રાહકો પરેશાન બન્યા છે.
બાયડ પોસ્ટ ઓફીસમાં પોસ્ટ માસ્તરને પુછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે બી.એસ.એન.એલ નેટવર્ક નેટ ઓફીસમાં આવતું નથી. અત્યારે ચાર દિવસથી નેટવર્ક ન
આવવાના કારણે અંદાજીત એક કરોડનું ટર્નઓવર ઠપ્પ થયું ગયું છે. વારંવાર બી.એસ.એન.એલ કચેરીમાં ફોન કરતા તેના અધિકારી કહેછે. આજે થશે કાલે થશે તેમ વાતો
કરે છે. અત્યારે પ્રજાજનો પોતાના પૈસા ભરવા કે ઉપડાવા પોસ્ટ ઓફીસમાં જતા હોય છે ત્યારે પોસ્ટ ઓફીસ નેટવર્ક ન આવવાના કારણે ગ્રાહકોને ધરમ ધક્કા ખાઈ ને થાકી ગયા છે. ગ્રાહકો પોસ્ટ માસ્તર જોડે જતા હોય છે. પોસ્ટ માસ્તર જવાબ આપી ને કંટાળી ગયા છે. જેથી બી.એસ.એન.એલબાયડ માં નવીન લાઈનનું કામ કાજચાલુ થઈ ચુકયું છે.તો ક્યારે બાયડ નગરના પ્રાજનોનો આ પ્રશ્નો હલ કયારે થશે તે જોવું રહ્યું ?