અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ જન્માષ્ટમીના તહેવારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પેટ્રોલીંગ સાથે આંતરરાજ્ય સરહદો અને દેવસ્થાનો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે જન્માષ્ટમીના તહેવારોમાં દારૂની રેલમછેલ કરવા બુટલેગરોમાં હોડ જામી હોય તેમ સતત વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે પોલીસ બુટલેગરોના મનસૂબા પર ઠંડુ પાણી રેડી રહી છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વર્ના કારમાંથી 61 મોંઘીદાટ વિદેશી દારૂની બોટલ સાથે હરીયાણાના બે બુટલેગરોને દબોચી લીધા હતા હરિયાણાથી મોંઘા ભાવની વિદેશી દારૂની 61 બોટલ સુરતના બુટલેગર અક્ષય અરોરાને આપવા નીકળ્યા હતા
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે જન્માષ્ટીમાં તહેવારોમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ હાથધર્યું છે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી વર્ના કાર (ગાડી.નં-GJ01RF2264)ને અટકાવી તલાસી લેતા પાછળની સીટ નીચે બનાવેલ ગુપ્ત ખાનામાં સંતાડેલ વિવિધ બ્રાન્ડની મોંઘીદાટ વિદેશી દારૂની 61 બોટલ કીં.રૂ.111600/- નો જથ્થો જપ્ત કરી જતીન શ્રીસતપાલજી અરોરા (રહે.સીકા કોલોની, સોનીપત હાઉસ-હરિયાણા) અને અનિલ શ્રીજ્વાલાસીંઘ રાણા (રહે,બાખરપુર-હરિયાણા ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ.6.13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વર્ના કારમાં વિદેશી દારૂ ભરી આપનાર બાલગઢ દિલ્લી રોડના ઠેકા વાળા અને વર્ના કારમાં વિદેશી દારૂ મંગાવનાર અક્ષય અરોરા (રહે,નીલમ સુમંગલમ સોસાયટી-સુરત) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા