અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના મુખ્યમાર્ગ અને પ્રવેશદ્વારો પર સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે આ કેમેરાનું નેત્રમ શાખા દ્વારા સતત લાઈવ મોનેટરીંગ અને સીસીટીવી કેમેરા રેકોર્ડિંગનું એનાલિસીસ કરવામાં આવે છે નેત્રમ કેમેરાની મદદથી જીલ્લા પોલીસતંત્ર અનેક ગુન્હાનો ભેદ ઉકેલી રહી છે
મોડાસા શહેરના માઝુમ પુલ નજીક આવેલા આદર્શ ટ્રેકટર શો રૂમ આગળ પાર્ક કરેલ ટ્રેકટરની ગુમ થતા શો રૂમ માલિકે આજુબાજુના સ્થળ પર ટ્રેકટર અંગે તપાસ હાથધરાતા ટ્રેકટર હાથ નહીં લાગતા શો રૂમ માલિકે નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ શાખામાં ફરજ બજાવત કર્મીઓ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ચેક કરતા એક શખ્સ ચોરીના ટ્રેકટર સાથે શામળાજી રોડ પર જતો જોવા મળતા ટ્રેકટર ઈસરોલ નજીક બિનવારસી હાલતમાં હોવાની જાણ શો-રૂમ માલિક અને નેત્રમ શાખાને થતા ટ્રેકટર શો રૂમ માલિક ગુમ થયેલ 2.40 લાખની કિંમતનું પરત મળી જતા નેત્રમ શાખાનો આભાર વ્યક્ત કર્યો હતો