26 C
Ahmedabad
Monday, December 4, 2023

પંચમહાલ : શહેરા તાલુકાના પાદરડી ગામે સાસરીયાઓના મારથી બચવા ભાગવા જતા યુવકનુ કુવામા પડી જતા કરુણ મોત


શહેરા,
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પાદરડી ગામે રાહુલ બામણીયા નામના યુવકની લાશ નજીકના કુવામાથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.રાહુલના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામા આવ્યો હતો કે તેના સાસરી પક્ષના સભ્યોએ તુ મારી છોકરીને કેમ હેરાન કરે છે. તેમ કહીને માર મારવા પાછળ દોડતા મારથી બચવા માટે કુવામાથી પડી જતા તેનુ મોત થયુ હતુ, આ મામલે સાસરી પક્ષના ચાર લોકો સામે પોલીસ ફરિયાદ પણ નોધાઈ છે. યુવક રાહુલની લાશ જે કુવામાથી મળી આવી હતી તેના બહાર કાઢવા ગોધરા અને શહેરાથી લાશ્કરોની ટીમ આવી હતી.અને સ્થાનિક લોકોની પણ મદદ વડે લાશને બહાર કાઢવામા આવી હતી. પુત્ર ગુમાવતા પરિવારમા શોકનો માહોલ છવાયો હતો. રાહુલ થોડા દિવસ પહેલા એકપુત્રીનો પિતા બન્યો હતો. હાલમા આ મામલે શહેરા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના પાદરડી ગામે એક યુવાન રાહુલ બામણીયા કુવામા પડી ગયો હોવાની વાત વાયુલેગે ફેલાતા મોટી સંખ્યામા લોકો એકત્રીત થઈ ગયા હતા. ત્યારાબાદ સ્થાનિકો દ્વારા શહેરા પોલીસને જાણ કરવામા આવી હતી. શહેરા ફાયર વિભાગ અને ગોધરા ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામા આવી હતી. ત્યારબાદ કલાકની મહેનત બાદ રાહુલ બામણીયાની લાશને કુવામાથી બહાર કાઢવામા આવી હતી. અને પોસ્ટ મોર્ટમ માટે શહેરા રેફલર હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.આ સમગ્ર મામલામા રાહુલની સાસરીપક્ષના સભ્યો દ્વારા તેના પરિવાર અને રાહુલને પણ માર મારવામા આવ્યો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવાયુ છે. ઈકો ગાડી લઈને આવેલા સાસરી પક્ષના સભ્યો દ્વારા રાહુલને કહેવામા આવ્યુ હતુ કે તુ મરી જાય તો અમારી છોકરીને શાંતિ થઈ જાય તેમ કહીને માર મારવામા આવ્યો હતો. મારથી બચવા માટે રાહુલ કુવામા કુદી ગયો હોવાનુ પોલીસ ફરિયાદમા જણાવાયુ છે.આ મામલે સાસરી પક્ષના 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોધાઈ છે. પરિવારમા પુત્ર ગુમાવતા પરિવારજનોમા ભારે શોકનો માહોલ વ્યાપ્યો છે. હાલમા પોલીસે આ મામલે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!