અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના હાર્દસમા ચાર રસ્તા થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના માર્ગ પર વર્ષોથી કેબીન અને ગલ્લાઓ મૂકી વેપારીઓ જીવનિર્વાહ ચલાવી રહ્યા છે ચાર રસ્તાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી રોડ પર આવેલ 89 કેબીન ધારકોને વૈકલ્પિક જગ્યા ફાળવણીના ભારે અવરોધો બાદ 7 વર્ષ અગાઉ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની જગ્યા ફાળવણી કરવામાં આવી હતી આખરે 7 વર્ષ પછી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર,નહેરુ માર્ગ કેબીન માલિક એશો.ના જાનીમલ ઇસરાની, ઉપ પ્રમુખ હોતચંદ કેલા, મંત્રી સંજય ભાવસાર,કારોબારી સમિતિ અને વેપારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું વર્ષો પછી કેબીન ધારકોની ફાળવાયેલ જગ્યા પર ખાતમુહૂર્ત થતા વેપારીઓમાં આનંદ છવાયો હતો
મોડાસા શહેરના નહેરુ માર્ગ કેબીન માલિક એસોસિએશનની 89 કેબિનોના વિવાદ અને સુઃખદ અંત વિષે વાંચો
મોડાસા નગરપાલિકા હદ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી ચાર રસ્તા સુધીના માર્ગ ઉપર 37વર્ષ અગાઉથી ગલ્લાઓ મૂકવામાં આવ્યા હતા જેના કબ્જેદારોને વર્ષ 11-5-99માં સાબરકાંઠા કલેકટરે 601.11 ચો.મી જગા ફાળવવા ઠરાવ કરતાં ધારકોને પ્રોપટીકાર્ડ સહિત સનદો પુરી પડાઇ હતી. પરંતુ પ્રકરણે વર્ષ 2000માં નામદાર હાઇકોર્ટમાં જનહિતની સ્પે.મી.એપ્લીકેશન નં. 8849/2000 થી દાખલ કરાતાં કબ્જેદાર કેબીન ધારકોને જગા ફાળવણીનો પ્રશ્ન અવરોધાયો હતો. નહેરૂ માર્ગ કેબીન માલીક એશોશીયેશનના 89 કેબીન ધારકો વતી પ્રમુખ જાનીમલ ઇસરાની, હોતચંદ કેલા સહિતના ધારકોએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પ્રશ્નને પડકાર્યો હતો. ગલ્લા પ્રકરણના પ્રશ્ને રાજય સરકાર અને જીલ્લા કલેકટર શાલીની અગ્રવાલે ઉંડાણપૂર્વક અભ્યાસ કરી તા.3-4-98ના મહેસુલ વિભાગના હુકમને ધ્યાને લઇ કેબીન ધારકોને સરકારના હિતમાં કોર્ટ કેસ પાછા ખેંચવા સહિતની અન્ય શરતોએ સર્વ. નં. 4298,4299 પૈકી 4350 અને 4351 વાળી ટાઉન પોલીસ સ્ટેશનની 435.54 ચો.મી જગા અને સર્વે નંબર 4349વાળી તલાટી ચોરાના 165.57 ચો.મી જગા ફાળવવાનો હુકમ કરતાં 30 વર્ષ જુનો ગલ્લા પ્રકરણનો પ્રશ્ન સુખદ રીતે ઉકેલાયો હતો.
રાજયના મહેલસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા નહેરૂ માર્ગ કેબીન માલીક એશોશીયેશનના પ્રમુખ સહિતના ધારકોને વૈકલ્પિક જગા ફાળવણીના હુકમો રૂબરૂ સોંપાયા હતા. રાજયના મહેસુલ વિભાગે કેબીન ધારકો પાસે પાકી દુકાન બનાવવા પેટે રૂપિયા 21 લાખ વસુલી સનદો આપી હતી. જયારે પાલીકાને થનાર ભાડા વસુલીના નુકશાન પેટે રૂપિયા 12 લાખ કેબીન ધારકોએ પાલીકામાં ભર્યા હતા.