મોડાસાના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીની નિશ્રામાં 39 વર્ષ અગાઉ જન્માષ્ટમી પર્વના પાવન દિવસે મોડાસા થી રણુજા 800 કિમિ પ્રથમ ધાર્મિક પદયાત્રા યોજાઈ હતી આ પદયાત્રા સતત 39માં વર્ષે 500થી વધુ પદયાત્રીઓ સાથે 111 ફૂટની ધજા સાથે જન્માષ્ટમીના દિવસે મોડાસા થી પ્રસ્થાન કર્યું હતું. આ પદયાત્રા સંઘ 12 દિવસમાં 800 કિ.મી. અંતર કાપી રામદેવરા પહોંચશે સંઘ મોડાસા થી પ્રસ્થાન કર્યા બાદ અન્ય સ્થળો પરથી વધુ પદયાત્રીઓ આ સંઘ સાથે જોડાઈ ધન્ય બનશે. મોડાસા થી નિકળેલ પયાત્રીઓના સંઘને પ્રસ્થાન કરાવવા માટે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભિખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
મોડાસા રામદેવ મંડળ સંઘના બ્રહ્મલીન મહંત 108 ચંદુનાથજી યોગીના પુત્ર મહંત ધર્મેન્દ્રનાથજી યોગી અને મહંત જશવંતનાથજી યોગીના જણાવ્યા અનુસાર, 800 કિ.મી.ની પદયાત્રામાં 500 થી વધુ પદયાત્રી ભક્તજનો 111 ફૂટની ધજા સાથે 12 દિવસ પદયાત્રા કરી ગણેશ ચતુર્થીએ અલખના ધામે રામદેવરા પહોંચી બારબીજના ધણીના ચરણે શીશ નમાવી ધન્ય બનશે.
મોડાસા શહેરના જુના બસ સ્ટેશન વિસ્તારમાંથી નિકળેર રણુજા જતા સંઘની યાત્રા મોડાસાના મુખ્યમાર્ગો પર પહોંચતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો હતો.





