અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.. સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધા પૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા
મંદિરને લાઈટોની રોશની, આસોપાલવ , કેળ , વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે.
બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે .ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100 થી વધુ મટકી ફોડના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. શામળાજી ખાતે જન્માષ્ટમીના પર્વને લઇને પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જુઓ કેવી છે તૈયારીઓ…