જન્માષ્ટમીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વિવિધ કૃષ્ણ મંદિરમાં પણ જન્માષ્ટમીના પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાત્રિના બરોબર 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાની છે તો બીજી બાજુ નાના-નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે.
અરવલ્લી જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં જન્માષ્ટમીના પર્વને લઈને મટકી ફોડ સહિતના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મોડાસા તાલુકાના વણિયાદ – કોકાપુર ગામે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને વિવિધ કાર્યક્રમો આયોજિત કર્યા હતા. સનાતનની હિન્દુ અને શ્રી રામ ગ્રુપ દ્વારા મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે જ ગામના અલગ અલગ વિસ્તારોમાં એક બાઈક રેલીનો પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.