અરવલ્લી SP શૈફાલી બારવાલે જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા જીલ્લા પોલીસતંત્રને બુટલેગરો સામે કાર્યવાહી કરવા શખ્ત કાર્યવાહીના આદેશને પગલે પોલીસતંત્ર દોડાદોડી કરી રહ્યું છે જીલ્લા એલસીબી પોલીસે ભિલોડાના ચુનાખાણ ગામમાં ઘરમાં ચાલતા વિદેશી દારૂના અડ્ડા પર રેડ કરતા બુટલેગરને પોલીસ રેડની ભનક આવી જતા ફરાર થઇ ગયો હતો પોલીસે બુટલેગરના ઘરમાંથી 192 બોટલ દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા ચુનાખાણ ગામમાં રણજીત બાબુ બોડાત નામનો બુટલેગર રાજસ્થાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો લાવી ઘરમાં વિદેશી દારૂનો અડ્ડો ચલાવતો હોવાની બાતમી મળતા પોલીસ ચુનાખાણ ગામમાં બુટલેગર રણજીત બોડાતના ઘરે ત્રાટકતા બુટલેગર છૂ થઇ ગયો હતો પોલીસે ઘરમાં તલાસી લેતા ઘરમાં અને ઘર બહાર ઢાળીયામાં સંતાડી રાખેલ 60 હજાર રૂપિયાની વિદેશી દારૂની 192 બોટલ જપ્ત કરી ફરાર બુટલેગર રણજીત બાબુ બોડાત સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા