શ્રાવણ મહિના નીમિત્તે કોઈપણ પ્રકારે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમવાની લોકોમાં કુપ્રથા પ્રચલિત થઈ ગઈ છે.
બાયડ તાલુકાના ચોઇલા ગામે લોખંડની ચકડી પર બોર્ડ ગોઠવી હાર જીતનો જુગાર રૂપિયાની લેતી દેતી થી રમાઈ રહ્યો છે તેવી બાતમીના આધારે બાયડ પોલીસ સબ ઇન્સ્પેકટર એન આર રાઠોડે પોલીસ કુમક સાથે ચોઈલા ગામમાં બેંક ઓફ બરોડાના એટીએમ પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ત્રાટકતાં ચકરડી બોર્ડ ઉપર જુગાર રમાડતા શખ્સ સહિત આઠ લોકો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
સ્થળ પરથી પોલીસની જુગારનું સાહિત્ય ચક્રર્ડી બોર્ડ અને દાવ પર લગાવેલા રોકડ રૂપિયા ૧૦,૫૪૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલા આઠ લોકોમાં( ૧) રમણભાઈ ડાહ્યભાઈ પરમાર (૨ ) મહેશભાઈ બાલાભાઈ દેવિપુજક (૩) પોપટભાઈ કોદરભાઈ રાઠોડ (૪ ) પ્રવિણભાઈ પ્રહલાદભાઈ દેવિપુજક (૫ ) કૌશીકકુમાર કચરાભાઈ ( ૬ ) સંજયકુમાર છોટાભાઈ પરમાર ( ૭ ) મોહનસિંહ રામસિંહ ઝાલા ( ૮ ) વિજયકુમાર બાલાભાઈ દેવિપુજક. તમામ રહે ચોઈલા તા. બાયડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.