નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી… ના ગગનભેદી નારા સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી યોજાઈ ભિલોડામાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે જન્મોત્સવ સમિતિ ધ્વારા શ્રધ્ધાભેર શોભાયાત્રા યોજાઈ
સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની આનંદ ઉલ્લાસભેર ધામધૂમ પૂર્વક શ્રધ્ધાભેર ઉજવણી યોજાઈ હતી.સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજીમાં હજ્જારો ભાવિક ભક્તો ભકિતભાવ પુર્વક દર્શનાર્થે ઉમટયા હતા.
ભિલોડા અને શામળાજી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ઠેર-ઠેર ઉજવણી યોજાઈ હતી.ભિલોડામાં જન્મોત્સવ સમિતિ ધ્વારા વર્ષોની પરંપરા અનુસાર શોભાયાત્રા ડી.જે. ના તાલે સંગીત શુરાવલી વચ્ચે વાજતે-ગાજતે નિકળી હતી.નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી જય હો… હાથી ધોડા પાલકી… ના ગગનભેદી નારાઓ થી વાતાવરણ ભકિતભાવ પુર્વક ગુંજી ઉઠ્યું હતું.ભિલોડા અને શામળાજીમાં ઠેર-ઠેર ઉંચી – ઉંચી મટકીઓ બાંધવામાં આવી હતી.યુવાનો ધ્વારા ઉચાં – ઉચાં પિરામિડો બનાવી મટકીઓ ભકિતભાવ પુર્વક ફોડવામાં આવી હતી.
જય રણછોડ, માખણ ચોર ના ગગનભેદી નારા સાથે ભકિતભાવ પુર્વક શ્રી કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી યોજાઈ હતી.
ભિલોડામાં ટાવર ચોક પાસે ભારત વિકાસ પરિષદ, ભિલોડા શાખા ધ્વારા જીરા સોડા નો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.ભિલોડામાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે શોભાયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠેર-ઠેર ગોઠવાયો હતો