દેશમાં આતંકવાદી તત્વો દેશમાં આતંક ફેલાવવા રજીસ્ટર્ડ ન થતા હોય એવા સાયકલ, મોપેડ, વિધ્યુતથી ચાલતા વાહનો અને તમામ પ્રકારનાં જૂના વાહનોનો ઉપયોગ કરતા હોઇ આવા વાહનોની લે-વેચ કરતા વેપારીઓ માટે સરકારે રજીસ્ટર ફરજીયાત બનાવવાનો નિયમ કર્યો છે અને આ અંગે જીલ્લા કલેકટર સમયાંતરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલ ન્યુ ભરત ઓટો કન્સલ્ટન્ટ નામે જુના વાહનોનું વેચાણ કરતા વેપારીએ વાહનોના વેચાણ રજીસ્ટરમાં નોંધણીમાં નિયત કોલમોમાં યોગ્ય રીતે નોંધણી ન કરતો હોવાનું જીલ્લા એસઓજી પોલીસના ચેકિંગમાં બહાર આવતા વેપારી વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવ્યો હતો
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા શહેરમાં જુના વાહનોનું વેચાણ કરતા વેપારીઓના ત્યાં તપાસ હાથધરતા શામળાજી રોડ પર ન્યુ ભારત ઓટો કન્સલ્ટન્ટ નામની દુકાનમાં દ્રિ-ચક્રીય વાહનોના રજીસ્ટરમાં ખરીદનારને બિલ તથા અન્ય પુરાવા સહીત અનેક પ્રકારની ગેર રીતે હોવાનું બહાર આવતા ન્યુ ભારત ઓટો કન્સલ્ટન્ટના માલિક જાવેદ હુસેન ઇસ્માઇલ ભાઈ લુહાર (રહે,ફૈઝે રસુલ સોસાયટી,મોડાસા અને મૂળ રહે.ટીંટોઈ) સામે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં કલમ-188 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી