ઇસ્કોન સંસ્થા મોડાસા પંચામૃત થી ભગવાન કૃષ્ણને અભિષેક
Advertisement
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે વિવિધ સ્થળોએ તેમજ મંદિરોમાં જન્માષ્ટમી નું પર્વ ભારે ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરી રાત્રીના 12 ના ટકોરે જન્મોત્સવ ની સાથે નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદથી બંને જિલ્લા નું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.યાત્રાધામ શામળાજી ખાતે જન્માષ્ટમી ની ઉજવણી માં વહેલી સવારથીજ ભક્તો દ્વારા ભગવાન શામળિયાના દર્શન કરી ભવ્યાતિભવ્ય ઉજવણી માં જોડાવવા હજ્જારો ની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.મોડાસા શહેરની ઇસ્કોન સંસ્થા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બંને જિલ્લામાં કેટલાક સ્થળો પરંપરાગત લોક મેળા ભરાતા માનવમહેરામણ ઉમટ્યું હતું.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં કૃષ્ણજન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવણીમાં પ્રજાજનો ભક્તિમાં લીન બની ગયા હતા અરવલ્લી ની ગિરિમાળાઓ વચ્ચે આવેલ રમણીય યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.જન્માષ્ટમી માં ભગવાન કાળીયાદેવના દર્શનાર્થે શામળાજી મંદિરમાં સમગ્ર ગુજરાત,રાજસ્થાન,તેમજ અન્ય રાજ્યોમાંથી હજ્જારોની સંખ્યામાં ભાવીભક્તો ઉમટ્યા હતા જન્માષ્ટમી ના ઉત્સવ પ્રસંગે શામળાજી મંદિરમાં દર્શનાર્થનીઓના ભારે ધસારાને ધ્યાને રાખી મંદિરટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં એલ.ઈ.ડી. સ્ક્રીન દ્વારા દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરને કેળ,આસોપાલવ,વાંસના તોરણો તેમજ લાઈટોની રોશનીથી શણગારી શામળાજી ગામમાં આસોપાલવ ના તોરણોબાંધી સમગ્ર શામળાજી માં યુવાનો દ્વારા કૃષ્ણજન્મોત્સવ માટે 100થી વધુ મટકીફોડ કાર્યક્રમો યોજી પરંપરાગત ગીત-સંગીત ના તાલે ઝુમી ઉઠ્યા હતા ભગવાન કાળીયાઠાકોર ની શોભાયાત્રા માં 500 કિલો અબીલ-ગુલાલ ની છોડો ઉડતા વાતાવરણ રંગીન બની ગયું હતું.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં કેટલાક વિસ્તારો જેવા કે શામળાજી,શામપુર કુંઢેરા મહાદેવ મંદિરે,મોડાસા નજીક સબલપુરગામે પરંપરાગત લોકમેળાઓ ભરાયા હતા.
મોડાસાના ઇસ્કોન સંસ્થા ના અનિલ પ્રભુ નિલેશ જોશી સહીત ટ્રસ્ટ અને ભક્તજનો દ્વારા દાડમ,ચીકુ, સફરજન,કેળા ના જ્યુસ,દૂધ,સાકર પંચામૃત થી અભિષેક કરવાની સાથે નંદ લાલાને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો રાસલીલા અને કૃષ્ણ નાટ્યમ ભજવાયું હતું મોડાસાના ઓધારી માતાજીના મંદિરે ધામધૂમ પૂર્વક નંદ મહોત્સ્વ અને મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મોડાસાના અબાલ,વૃદ્ધ સૌકોઈ ઉપસ્થિત રહ્યા હતા, કુડોલ, સરડોઇ,ટીંટોઈ,મેઢાસણ સહીત વાંટડા ગામે કુલઝમ ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો