શહેરા,
શહેરા તાલુકાના ચુંથાના મુવાડા ગામના બે કિશોરોએ જીલ્લાકક્ષાની દોડ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ક્ષત્રિય દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા આ બે કિશોરોનું સન્માન કરવામા આવ્યુ હતુ.
જીલ્લા કક્ષાની એક સ્પર્ધામાં શહેરા તાલુકાના ચુંથાના મુવાડા ગામના વતની યુવરાજસિહ રમેશસિંહ ચાવડાએ 1500 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.અન્ય કિશોર યુવરાજસિંહ મોતીસિંહ ચાવડાએ 400 મીટર દોડમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.સાથે ક્ષત્રિય સમાજનુ નામ અને જીલ્લાનું પણ નામ રોશન કર્યુ છે. દરબાર સમાજ કેળવણી મંડળ દ્વારા આ બંને યુવરાજસિંહનુ સન્માન કરવામા આવ્યુ હતુ.જેમા સ્પોર્ટસ સુઝ આપવામા આવ્યા હતા. સાથે તેમના વાલીનુ પણ સાલ ઓઢાડીને સન્માન કરવામા આવ્યુ હતુ