અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દહાડે વિવિધ વાહનો મારફતે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે શામળાજી પોલીસે બુટલેગરોમાં સિલ્કરૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર આવેલ રતનપુર બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું કડક ચેકીંગ હાથધરી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે અમુલ દૂધ પિતા હૈ ઇન્ડિયા લખેલા પીકઅપ ગાડીમાં ખાલી દૂધના કેરેટની આડમાં વિદેશી દારૂ સંતાડી પોલીસની આંખમાં ધૂળ નાખવાનો કીમિયો શામળાજી પોલીસે નિષ્ફ્ળ બનાવી 1.68 લાખના દારૂ સાથે લબરમૂછિયા બુટલેગરને દબોચી લીધો હતો
શામળાજી પીએસઆઈ એસ.કે.દેસાઈને અમુલ દૂધ લખેલ પીકઅપ ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર વોચ ગોઠવી રાજસ્થાન તરફથી આવતા બાતમી આધારિત અમુલ દૂધ લખેલા બંધ બોડીના પીકઅપને અટકાવી તલાસી લેતા દૂધ ભરવાના ખાલી કેરેટની પાછળ સંતાડેલ વિદેશી દારૂના પાઉચ નંગ-2400 કીં.રૂ.1.68 લાખનો જથ્થો જપ્ત કરી પીકઅપ ચાલક દિલખુશ રતનજી ગુર્જર (ઉં.વ-18 રહે,માલીખેડા, ભીલવાડા-રાજ)ને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી વિદેશી દારૂ,મોબાઇલ અને પીકઅપ મળી કુલ રૂ.6.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પીકઅપમાં દૂધ કેરેટની આડમાં વિદેશી દારૂ ભરી આપનાર બુટલેગર સુરજ (રહે, ભીલવાડા-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા