અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર પ્રોહિબિશનની કામગરી માટે સતત દોડાદોડી કરી રહી છે.અરવલ્લી જિલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક યુવાનો વિદેશી દારૂની હેરાફેરી અને કટિંગ કરી નાના મોટા વિસ્તારના બુટલેગરોને દારૂનો જથ્થો વાહનો મારફતે પૂરો પાડી રહ્યા છે.ઇસરી પોલીસે કદવાડી ગામની સીમમાંથી પોલીસે દારૂ ભેરલી સ્વીફ્ટ કારની ખેપ નિષ્ફળ બનાવી એક લાખ વધુનો વિદેશી દારૂ જપ્ત કરી ત્રણ બુટલેગરો ઝડપી પાડ્યા હતા.
ઇસરી પીએસઆઇ કે.આર.દરજી અને તેમની ટીમ પેટ્રોલીંગ દરમિયાન કદવાડી ગામે રોડ ઉપર આવતી મારુતિ ઇકો કાર ને ઉભી રખાવતા તેમ બેઠેલ પાંચ ઈસમો ઇકો કાર ઉભી રાખી નીચે ઉતરી નાસવા લાગતા એક ઇસમને કોર્ડન કરી પકડી પાડી પૂછપરછ કરતા તેઓએ ઇંગ્લિશ દારૂ તથા બિયર ભરેલી સ્વીફ્ટ કાર નું પાઈલોટિંગ કરતા હોવાનું જણાયેલ જેથી ઇંગ્લિશ દારૂ ભરેલી સ્વીફ્ટ કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની પેટીઓ નંગ-27 કુલ કિંમત રૂ.101088/- નો પ્રોહિબિશન મુદ્દામાલ તથા સ્વીફ્ટ કાર અને ઇકો કાર ની કિંમત રૂ.7લાખ તથા મોબાઈલ ફોન નંગ-૨ ની કિંમત રૂ.૫૦૦૦/- મળી કુલ કિંમત રૂ.8 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી સાત આરોપીઓ સામે પ્રોહિબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ઇસરી પોલીસ ઝડપેલ ત્રણ બુટલેગરો
૧) લક્ષમણ દેવાજી વરહત રહે.શેરાવાડા તા.વીંછીવાળા જી.ડુંગરપુર
૨)હરીશચંદ્ર ઉર્ફે પ્રતાપ વલ્લભભાઈ કોપસા રહે.ઝાપા તા.વીંછીવાડા,જી.ડુંગરપુર
3) મહેશભાઈ નટવરભાઈ ક્લાસવા રહે.બાદલિયા,તા.વીંછીવાળા,જી.ડુંગરપુર
વોન્ટેડ આરોપી કોણ કોણ વાંચો..!!
૧) પોપટભાઈ કમજીભાઈ કોપસા રહે.ઝાંપા તા.વીંછીવાળા જી.ડુંગરપુર
૨)વિજયભાઈ દલાભાઈ કોપસા
૩)રવિ કોપસા જેનું પૂરું નામ ખબર નથી
૪)વાસુદેવ નાનજી કોપસા તમામ રહે ઝાંપા, તા.વીંછીવાળા જી.ડુંગરપુર
૫) મહેન્દ્રસિંહ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર રહે.ગોલ્ડન ચોકડી નજીક આણંદ