શ્રી સાળંગપુર હનુમાનજી મંદિરના ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં હોવાનું ભાગરૂપે આગામી સમયમાં સારંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય મહોત્સત ઊજવવા જઇ રહ્યો છે.ત્યારે એ પહેલાં ગુજરાતના શ્રદ્ધાળુઓને ઘર બેઠા દાદાના આશીર્વાદ મળી રહે તે માટે સારંગપુર મંદિર ખાતેથી શ્રી કષ્ટભંજન હનુમાનજીના રથ ગુજરાતમાં ભ્રમણ કરવા પ્રસ્થાન થયું હતું.
શ્રી કષ્ટભંજનદેવ સાળંગપુર ધામ મંદિર આયોજિત ૧૭૫ મી ઉજવણીના ભાગરૂપે સત્તામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે પહોંચ્યો હતો શ્રી મારુતિનંદન હનુમાન ચાલીસા પરિવાર તથા ગ્રામજનો દ્વારા કષ્ટભંજન દેવ હનુમાનદાદાના રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ રથ ટીંટોઈ રામજી મંદિર ખાતે પહોંચ્યો હતો રામજી મંદિરના મહંત તથા ચેરમેન શ્રી દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું ત્યારબાદ રથ ટીંટોઈ ના હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યો હતો ત્યાં પણ મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહંત દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ રથ વાજતે ગાજતે ટીંટોઈ ના મુખ્ય બજારમાં પહોંચ્યો હતો જ્યાં ગ્રામજનો દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય બજારમાં મહા આરતીના કાર્યક્રમમાં ટીંટોઈ ના વેપારીઓ અગ્રણીઓ આગેવાનો માતાઓ બહેનો વૃદ્ધો બાળકો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટીંટોઈના મુખ્ય બજારમાં જય શ્રી રામના ગગન ભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું ટીંટોઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ગ્રામજનોએ મહા આરતી અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી