ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન ધ્વારા ભિલોડા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓ અને જરૂરિયાતમંદ વ્યકિતઓ ને સફરજન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
પવિત્ર પાવન શ્રાવણ માસ દરમિયાન ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ રામઅવતારજી શર્મા (ભામાશા)ના ધર્મ પત્ની શાંતીબેન રામઅવતારજી શર્માના ૫૫ માં જન્મ દિવસ નિમિત્તે ભિલોડા કોટેઝ હોસ્પિટલમાં દરેક વોર્ડમાં દર્દીઓ અને જરૂરિયાતમંદ વ્યકિતઓ ને સફરજન વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભિલોડા જાયન્ટ્સ પિપલ્સ ફાઉન્ડેશન પ્રમુખ જીત હરેશભાઈ ત્રિવેદી (પત્રકાર) , હસમુખભાઈ વ્યાસ, બાબુલાલ સગર, કલ્પેશભાઈ ચૌહાણ, સંજયભાઈ પંચાલ, ભરતભાઈ પ્રજાપતી, કંદર્પભાઈ પટેલ સહિત સેવાભાવી હોદ્દેદારો અને કાર્યકરો સફરજન વિતરણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા.