અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર જીલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ભિલોડા પોલીસે ચુનાખાણ ગામમાં ચાલતા દારૂના અડ્ડાને ઝડપી લીધા પછી મલાસા ગામ માં વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ કરી 32 હજારથી વધુનો શરાબ ઝડપી લીધો હતો પોલીસ રેડ જોઈ બુટલેગર ફરાર થઇ ગયો હતો મોડાસા ટાઉન પોલીસે ગાંધીવાડામાં રહેતા પિન્ટુ જયસ્વાલ નામના બુટલેગરની ઘર બહાર ઓસરીમાં સંતાડેલ 1255 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
ભિલોડા પીએસઆઈ વી.ડી.રાઠોડ અને તેમની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા મલાસા ગામનો મુકેશ કાંતિ પારધી નામનો બુટલેગર ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ મુકેશ પારઘીના ઘરે રેડ કરતા બુટલેગર ફરાર થઇ જતા પોલીસે તેના ઘરની તલાસી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી ન આવતા પોલીસ પણ ચોંકી હતી જો કે બાતમી સજ્જડ હોવાથી ઘરની બાજુમાં પડેલા ઘાસચારાને હટાવતા નીચેથી વિદેશી દારૂની બોટલ-ટીન નંગ-178 કીં.રૂ.32600/- નો જથ્થો જપ્ત કરી ફરાર બૂટલેગર મુકેશ કાંતિ પારધી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
મોડાસા ટાઉન પીએસઆઈ બી.કે.ભુનાતર અને તેમની ટીમે વિનાયક ટાંકી વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે ગાંધીવાડામાં રહેતો પંકજ ઉર્ફે પિન્ટુ નવનીતલાલ જયસ્વાલ ઘરમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા પોલીસે પિન્ટુ જયસ્વાલના ઘરે રેડ કરતા પોલીસે પહોંચે તે પહેલા પીન્ટુ જયસ્વાલ ઘર ખુલ્લું મૂકી ફરાર થઇ જતા પોલીસે ઘેરની તલાસી લેતા ઘર બહાર ઓસરીમાં પ્લાસ્ટિકની થેલીમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ-બીયર ટીન નંગ-10 કીં.રૂ.1255/- નો જથ્થો જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી