18.9 C
Ahmedabad
Monday, February 10, 2025

હર હર મહાદેવ અને ॐ નમ: શિવાય ના ગગનભેદી નારાઓ થી ઠેર-ઠેર શિવાલયો ગુંજી ઉઠ્યા 


પવિત્ર પાવન શ્રાવણ માસના છેલ્લા સોમવારે ભિલોડાના નવા ભવનાથના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું
હજ્જારો ભાવિક – ભક્તોએ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં શીશ ઝુકાવ્યું

Advertisement

ભિલોડા,તા.૧૧

Advertisement

સાબરકાંઠા – અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકામાં પવિત્ર પાવન શ્રાવણ માસના છેલ્લા સોમવારે વહેલી સવાર થી જ ઠેર – ઠેર શિવાલયોમાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા.હર હર હર  અને ॐ નમ: શિવાય ના ગગનભેદી નારાઓથી શિવાલયો ગુંજી ઉઠયા હતા.ભિલોડાના નવા ભવનાથના મેળામાં હૈયે-હૈયું ભીડાય તેવી રીતે માનવ મહેરામણ ઉમટ્યું હતું.શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર ભાવિક ભક્તોથી ઉભરાયું હતું.વહેલી સવાર થી જ શિવાલયોમાં શિવ ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા.શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિર,નવા ભવનાથ, ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ધ્વારા મેળા નિમિત્તે વિશેષ આયોજન કર્યું હતું.નવા ભવનાથના મેળામાં જોડીયો – પાવો, ધર – વખરી ની ચીજ-વસ્તુઓ, બાળકોના રમકડાં, ફરાળી ચેવડો, કેળા – સફરજન સહિત ધર – વખરીની વિવિધ ચીજ-વસ્તુઓ નું ધુમ વેચાણ થયું હતું.ભિલોડાના નવા ભવનાથના મેળા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ઠેર – ઠેર ગોઠવાયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!