અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જીલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે પેરોલ ફર્લો ટીમે દોઢ વર્ષથી રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં નાસતા-ફરતા ઓઢાના વધુ ચાર આરોપીને દબોચી લીધા હતા મેઘરજ પોલીસે પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા નવાગામ-કસાણાના શૈલેષ કાંતિ મનાત નામના બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઇ વી.કે.દેસાઈ અને તેમની ટીમે ઇસરી પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ રાયોટીંગ અને પોલીસ પર હુમલો કરવાના ગુન્હામાં પોલીસને હાથતાળી આપનાર ઓઢા ગામની સીમમાંથી 1)અમૃત રૂપા નિનામા,2)લક્ષ્મણ જીવા નિનામા, 3)અજય અમરત નિનામા 4)અરવિંદ બદા રોત(તમામ રહે.ઓઢા-મેઘરજ) ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા