અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે મોડાસા શહેરની માલપુર રોડ પર આવેલ શ્રીનાથ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ઘરમાં રહેલ ફ્રીઝ, એસી સહીત ઘરવખરીની ચીજવસ્તુઓ ઉઠાવી જતા ભારે ફફડાટ ફેલાયો છે બંધ મકાનમાંથી લાખ્ખો રૂપિયાની ઘરવખરીની ચોરીની ફરિયાદ અંગે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મોડાસા શહેરની માલપુર રોડ પર ઓધારી માતા મંદિર સામે આવેલ શ્રીનાથ સોસાયટીમાં હિરલબેન અનુપભાઈ દેસાઈ તેમના બાળકોના અભ્યાસ માટે અમદાવાદ રહેતા હોવાથી છેલ્લા કેટલાક વર્ષથી મકાન બંધ રહે છે તેમના બંધ મકાનમાં પાછળના દરવાજાથી ઘરફોડ ચોર ત્રાટકી ઘરમાં રહેલ એસી,વોશિંગ મશીન, ગીઝર, સીલિંગ ફેન,ગેસની બોટલ, સગડી, કેમેરા સહીત ઘરમાં રહેલ ઘરવખરીની ચીજવસ્તુઓ કીં.રૂ.1.05 લાખથી વધુની ચીજવસ્તુઓની ચોરી થતા સોસાયટીમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે