અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીઓને સતત ઝડપી રહી છે માલપુર પોલીસે ચેક રીટર્ન કેસમાં આરોપીની અટકાયત કરતા આરોપી જેલમાં જવાના ડર છાતીમાં દુઃખાવો ઉપડતા માલપુર પોલીસ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક તપાસ કરાવી મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર કરાવી સબજેલમાં મુકવા જતા રોડ પર બંમ્પ આવતા પીસીઆર વાન ધીમી પડતા આરોપી કૂદીને ફરાર થઇ જતા માલપુર પોલીસ સહીત જીલ્લા એલસીબી અને એસઓજી, મોડાસા ટાઉન પોલીસ દોડતી થઇ હતી અને ગણતરીના કલાકોમાં પાલનપુર-પહાડપુર રોડ પરથી ચાલતા પસાર થતા આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ચેક રિટર્ન કેસ પછી આરોપી સામે વધુ એક ગુન્હો ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો
માલપુર પોલીસે ચેક રિટર્ન કેસમાં કસ્બા વિસ્તારમાં રહેતા બિલાલ નવાબમિયા શેખની અટકાયત કરતા આરોપીને છાતીમાં દુઃખાવો ઉપડતા કણસવા લાગતા માલપુર પોલીસ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવ્યા બાદ મોડાસા સબજેલમાં લઇ જતા વધુ એક વાર છાતીમાં દુઃખાવો ઉપડ્યો હોવાનું જણાવતા પોલીસ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જતા તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી પોલીસ આરોપીને સબજેલમાં મુકવા નીકળતા બિલાલ શેખ રોડ પર બંમ્પના લીધી પીસીઆર વાન ધીમી પડતા દરવાજો ખોલીને પોલીસકર્મીને ધક્કો મારી કૂદી પડતા પોલીસકર્મીઓએ પીછો કરતા સગરવાડાની ગીચ વસ્તીમાંથી કસ્બા તરફ ફરાર થઇ જતા માલપુર પોલીસમાં હડકંપ મચ્યો હતો
મોડાસા શહેરમાં પોલીસ કસ્ટડીમાં રહેલો આરોપી ફરાર થઇ જતા માલપુર,મોડાસા ટાઉન પોલીસ અને જીલ્લા એલસીબી,એસઓજી તેમજ પેરોલ ફર્લો ટીમ સહીત જીલ્લા પોલીસતંત્રનો ખડકલો ચાર રસ્તા પોલીસ ચોકી પર થયો હતો અને તાબડતોડ સમગ્ર વિસ્તારમાં ચેકીંગ હાથધરી બાતમીદારો સક્રિય કર્યા હતા આખરે બિલાલ શેખ પાલનપુર રોડ પરથી ચાલતો ચાલતો પસાર થતો પોલીસે દબોચી લેતા માલપુર પોલીસ સહીત જીલ્લા પોલીસતંત્રએ હાશકારો અનુભવ્યો હતો