26 C
Ahmedabad
Monday, December 4, 2023

અરવલ્લીઃ બાયડ TDO સામે સોલાર રૂફટોપ યોજનામાં નિયમો નેવે મુકી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ઉચ્ચ કક્ષાએ ફરિયાદ


સરકારી ધારાધોરણ મુજબ ટેન્ડરીંગ કર્યા વગર મળતિયાઓને ફાયદો લાભ આપવા કૌભાંડ આચર્યું હોવાના ગંભીર આક્ષેપો ઉભા થતાં તંત્રમાં ખળભળાટ

Advertisement

બાયડ તાલુકા વિકાસ અધિકારી દ્વારા રૂપિયા 41.40 લાખ જેટલી રકમની સોલાર રૂફટોપ સિસ્ટમ કોઈપણ જાતની ટેન્ડરીંગ કે ગુણવત્તા ચકાસ્યા વગર ગામડાઓની દૂધ સહકારી મંડળીની છત ઉપર લગાવી હોવાનું પણ અરજીમાં ઉલ્લેખ કરેલ છે તેમજ 41.40 લાખ જેવી અંદાજિત કિંમતની ઓફ ગ્રીડ સોલર રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની ગંભીર ફરિયાદ જ એજન્સી દ્વારા યોગ્ય ગુણવત્તા રુફટોપ સિસ્ટમ કોઈપણ સોલાર પ્લેટો ની જગ્યાએ હલકી ગુણવત્તાવાળી તેમજ અગાઉ વપરાશ કરેલી સોલાર પ્લેટો નાખીને કામગીરી પૂર્ણ કરી હોવાનું પણ અરજદાર દ્વારા ઉલ્લેખ કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement

 

Advertisement

ગાંધીનગર વિકાસ કમિશનર કચેરી દ્વારા પત્રમાં પાઠવેલ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને લાખો રૂપિયાની તાલુકા વિકાસ અધિકારી દ્વારા થયેલ ગેરરીતિની યોગ્ય તપાસ કે રિકવરી થાય તેવું અરજદાર દ્વારા મુખ્યમંત્રીને લેખિત જાણ કરાઇ છે ઉચ્ચકક્ષાએથી નિષ્પક્ષ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે
આવે તો નવાઈ નહીં.

Advertisement

એજન્સી દ્વારા હલકી ગુણવત્તાવાળી તેમજ અગાઉ વપરાયેલ સોલાર પ્લેટો વાપરી લાખો ટેન્ડર કે સ્પર્ધા વગર સીધે સીધા તેઓ સંલગ્ન એજન્સીને નાણાકીય ફાયદો કરાવવા આ યોજના સાથે આ કામ કોઈપણ સરકાર દ્વારા નક્કી કરેલા ધારા ધોરણ નિયમ અવગણીને આપવામાં આવેલ છે. તેના નક્કર પુરાવા સાઠંબાના એક જાગૃત નાગરિક દશરથસિંહ સોલંકી દ્વારા સરકારી નાણાકીય હિત માટે પોતાની જાગૃતતા દર્શાવવી જરૂરી દસ્તાવેજો અને માહિતી સાથે ગુજરાત તકેદારી આયોગ અને મુખ્યમંત્રીને લેખિત જાણ કરી હોવાનું જણાવેલ છે.

Advertisement

પ્રધાનમંત્રીના સપના સમાન ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતમાં યોગ્ય પોર્ટલનો ઉપયોગ કર્યા વગર કોઈપણ જાતની હરીફાઈ વગર જે તે એજન્સીને રૂપિયા 41.40 લાખની રકમની સંપૂર્ણ કામગીરી આપી દેવામાં આવી…..!!!

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!