અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ કાયદાની અમલવારી માટે શખ્ત કાર્યવાહી કરવાની સાથે પોલીસ
ઉમદા અને માનવતા ભરી કામગીરી ખાખીને ચાર ચાંદ લગાવી રહી છે મેઘરજ તાલુકાના બાંઠીવાડા સરકારી દવાખાના પાછળ પરિવારથી વિખુટી પડેલી દોઢ વર્ષની બાળકી અંગે મેઘરજ પોલીસને જાણ થતા તાબડતોડ સ્થળ પર પહોંચી મહિલા પોલીસ દ્વારા હૂંફ આપી પોલીસે સમગ્ર વિસ્તારમાં બાળકીના પરિવારજનોની શોધખોળ હાથધરી તેના પરિવારને શોધી કાઢી મિલન કરાવતા માસુમ બાળકી ખુશીથી ઝૂમી ઉઠી હતી પરિવારજનોની આંખો માંથી હર્ષના આંસુ છલકાયા હતા
મેઘરજ પ્રોબેશનલ પીઆઇ કે.એસ.પટેલને બાંઠીવાડા ગામના સરકારી દવાખાના પાછળ દોઢ વર્ષની બાળકી રડતી હાલતમાં બાળકી મળી આવી હોવાની ટેલિફોનિક જાણ થતા મહિલા પોલીસ અને તેમની ટીમ તાબડતોડ બાંઠીવાડા ગામમાં પહોંચી બાળકીને મહિલા પોલીસે હૂંફ અને સાંત્વના આપી હતી બાળકી દોઢ વર્ષની હોવાથી પોલીસ માટે બાળકીનો પરિવાર શોધવો મૂંઝવણ ભરી સ્થિતિ પેદા કરી હતી પોલીસે સમગ્ર વિસ્તારમાં ગુમ બાળકીના પરિવારજનો અંગે તપાસ હાથધરતાં બાળકીના માતા પિતા મળી આવતા બાળકી સાથે મિલન કરાવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા અને બાળકીના માતા-પિતાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બાળકીના માતા-પિતા ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા ત્યારે રમતા રમતા નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું