અલ્ટો કારમાં દારૂની ખેપ બુટલેગર એસઆરપી જવાન હોવાનું જાણી ચોંકી ઉઠી હતી
ધોળકા જવારજ ગામનો અને ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા જવાનની કાળી કરતૂત બહાર આવીAdvertisement
અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર કોઈ પણ પ્રકારની સેહ-શરમ રાખ્યા વગર-કાયદાની શખ્ત અમલવારી કરી રહી છે મોડાસા ટાઉન પોલીસે આર્મી જવાન અને ટીઆરબી જવાનને દારૂની ખેપ મારતા દબોચી લીધા હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે વધુ એક ખાખીને કલંકિત કરતી ઘટના બહાર આવતા ભારે ચકચાર મચી છે જીલ્લા એલસીબી પોલીસે ખારી ગામથી ફિલ્મીઢબે વિદેશી દારૂ ભરેલી અલ્ટો કારનો ફિલ્મીઢબે પીછો કરી શામળાજી બ્રિજ નીચેથી ગાંધીનગર એસઆરપી ગ્રુપમાં ફરજ બજાવતા જવાનને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
રાજ્યમાં ફરી એકવાર ખાખીને કલંકીત કરતો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતો એસઆરપી કર્મીને ઝડપી લીધો હતો અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસે શામળાજી-હિંમતનગર રોડ પર ખારી નજીક વોચ ગોઠવતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી અલ્ટો કારને અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર એસઆરપી જવાને કારને હંકારી મુકતા પોલીસે પીછો કરતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા એસઆરપી જવાને શામળાજી પુલ નીચે કાર ઉભી રાખી દેતા પોલીસે અનિરુદ્ધસિંહ દોલતસિંહ ડાભી ( ૧૫૩/૫ જ ટાઇપ સેક્ટર-૨૩)ને દબોચી લીધો હતો અને આર્મ પોલીસ કોન્સટેબલ એસ.આર.પી.ગૃપ-12માં ફરજ બજાવતો હોવાનું જાણી ચોકી ઉઠી હતી પોલીસે અલ્ટો કારમાંથી 60 હજારનો વિદેશી દારૂ,મોબાઈલ અને કાર મળી રૂ.3.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર બનેલા એસઆરપી જવાન અનિરુદ્ધસિંહ દોલતસિંહ ડાભી અને નરસિંહ ડામોર નામના અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી