અરવલ્લી જીલ્લા આરોગ્ય વિભાગની કુમ્ભકર્ણ નીતિના પગલે જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોકટરોનો રાફડો ફાટ્યો છે જીલ્લા એસઓજી પોલીસે મોડાસા તાલુકાના દાવલી ગામ નજીક પુલ નીચે દુકાનમાં ક્લિનિક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પેટી ડોક્ટરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
અરવલ્લી જીલ્લા એસઓજી પોલીસે મોડાસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર આવેલ દાવલી ગામના બ્રિજ નીચે એક દુકાનમાં હિમાની ક્લિનિક ખોલી એક નકલી ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની બાતમી મળતા પોલીસ તાબડતોડ બાતમી આધારિત દુકાનમાં ત્રાટકી ડોક્ટરનું રૂપ ધારણ કરી લોકોને દવાઓ કરતો હોવાનું જોવા મળતા નકલી તબીબ સુખદેવ નાનાભાઈ ઉર્ફે નાનજીભાઈ પ્રજાપતિ (રહે,સરવણા,હિંમતનગર-સા.કા)ને દબોચી લેતા આરોગ્યલક્ષી સેવાઓ માટે આવેલા દર્દીઓ પણ ચોકી ઉઠ્યા હતા પોલીસે ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને સાધનો તેમજ રોકડ રકમ મળી કુલ રૂ.7617નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરતા નકલી તબીબના હોશકોશ ઉડી ગયા હતા અને પોલીસ કાર્યવાહીથી બચવા કાકલુદી કરવા લાગ્યો હતો