ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ તરલીકાબેન બંકિમચંદ્ર તબીયાર ની અઠી વર્ષ ની ટર્મ પૂર્ણ થયા બાદ ભિલોડા તાલુકા પંચાયત ના સભાખંડમાં વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિ દરમિયાન તાલુકા પંચાયત સદસ્યોની સામાન્ય બેઠક યોજાઈ હતી.
ભિલોડા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ધનજીભાઈ મરતાજી નિનામા, ઉપ પ્રમુખ ડો. નયનાબેન જયંતિભાઈ પારધી, કારોબારી અધ્યક્ષ રેખાબેન શંકરભાઈ પટેલ, પક્ષના નેતા પદે જમનાબેન મહેશભાઈ ડામોર બહુમતી સાથે ચુંટાયા હતા.ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાન્તીભાઈ પટેલ, મહામંત્રી એન.કે.કલાસવા, ભવાનભાઈ ઠાકોર, રાજેન્દ્રસિંહ ભાટી, જેસિંગભાઈ પટેલ,
હિતેન્દ્રસિંહ સિસોદિયા, ભીખાભાઈ પટેલ, કિર્તીભાઈ બારોટ, ઈન્દ્રજીતસિંહ રાઠોડ, મનોજભાઈ પટેલ, મુકેશભાઈ ત્રિવેદી, રધજીભાઈ પટેલ, મુકેશભાઈ મહેતા, બીપીનભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, સંકેતભાઈ ચૌધરી, જીગરભાઈ ત્રિવેદી, તેજસભાઈ પટેલ, જીતકુમાર ત્રિવેદી સહિત ભાજપના હોદ્દેદારો, સહકારી આગેવાનોએ ભિલોડા તાલુકા પંચાયત, ભાજપના નવનિયુક્ત હોદ્દેદારોને બિરદાવ્યા હતા