અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી રહી છે માલપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુન્હાના આરોપીને ગણતરીના દિવસોમાં અમદાવાદથી અપહત્ય સગીરા સાથે ઝડપી લીધો હતો અન્ય એક ગુન્હામાં માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઈલની ચોરી કરનાર મહીસાગર જીલ્લાના નવાઘરા ગામના અમૃત કેશા ખાંટને ચોરીના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો
પીપરાણાના મુવાડા ગામનો મહેશ અમૃત પગી નામનો શખ્સ ગ્રામ્ય વિસ્તારની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જતા સગીરાના પિતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પીએસઆઇ એસ.ડી.માળી અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરી બાતમીદારો સક્રિય કરતા આરોપી સગીરા સાથે અમદાવાદ હોવાની બાતમી મળતા તાબડતોડ અમદાવાદ પહોંચી સગીરાનું અપહરણ કરનાર આરોપી મહેશ અમૃત પગીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી પાડી સગીરાનો છુટકારો કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો