મેઘરજ પોલીસ બેંક ઓફ બરોડામાં પહોંચી સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ના આધારે ગઠિયા અને તેના સાગરીતને ઝડપી પાડવા દોડાદોડી
Advertisement
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રને ઘરફોડ ચોર, તસ્કર ટોળકી અને અસામાજીક તત્ત્વો પડકાર ફેંકી રહ્યા છે ત્યારે બેંકની અંદર પૈસા ભરવા ઉભેલ ગ્રાહકના રૂપિયાની ચીલઝડપ કરતી ટાબરિયાં ગેંગ સક્રિય થતા લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે મેઘરજ બેંક ઓફ બરોડામાં IIFL ગોલ્ડ લોન કર્મીની નજર ચૂકવી ગઠિયો લાખ્ખો રૂપિયા ભરેલ થેલાની ચીલઝડપ કરી રફુચક્કર થઇ જતા બેંકમાં ભારે દેકારો મચી ગયો હતો બેંકમાંથી લાખ્ખો રૂપિયાની ચીલઝડપ થતા પોલીસ તાબડતોડ સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરાના આધારે ગઠિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા કર્મી પાસે 12.60 લાખની રકમ હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
મેઘરજ નગરમાં દોશી પેટ્રોલપંપ નજીક આવેલ બેંક ઓફ બરોડામાં શનિવારે બપોરે IIFL ગોલ્ડ લોનનો કર્મી રાબેતા મુજબ થેલમાં રૂપિયા ભરી ખાતામાં ભરવા પહોંચ્યો હતો બેંક કર્મી પાસે રહેલો 12 લાખ રૂપિયા ભરેલો થેલો નજીક ઉભેલ ગઠીયો નજર ચૂકવી ગણતરીની સેકન્ડમાં ફરાર થઇ જતા બેંક કર્મી ચોંકી ઉઠ્યો હતો અને બુમાબુમ કરી મૂકી હતી ગઠીયો લાખ્ખો રૂપિયા ભરેલ થેલો બહાર ઉભેલ તેના સાગરીત સાથે ફરાર થઇ ગયો હતો બેંકમાંથી લાખ્ખો રૂપિયા ભરેલ થેલાની ચોરી થતા બેંક કર્મીઓ અને ગ્રાહકો પણ ફફડી ઉઠ્યા હતા મેઘરજ પોલીસને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચી સીસીટીવી કેમેરા અને અન્ય સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ ફૂટેજના આધારે ટાબરિયાં ગેંગને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી