અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મલાસા ગામમાં જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસવડા અને વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાત્રી સભા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરી તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંગે ગામલોકોને માહિતગાર કર્યા હતા જીલ્લા કલેકટર પ્રશસ્તિ પારિકે ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાન અને આંગણવાડી કેન્દ્રની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મલાસાગામે કલેકટરની રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા વહીવટી તંત્રના કલેકટર, ડીડીઓ સહિત તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં ,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા,, આ કાર્યક્રમમાં ગામલોકોએ ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વકની ભાગીદારી કરી,, વિવિધ વિભાગોના અધિકારીઓએ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી,, સાથે જ યોજનાનો કઈ રીતે લાભ મેળવી શકાય તે અંગે માહિતગાર કર્યા હતા,,કાર્યક્રમમાં લોકો માટે મંચ ખુલ્લા મુકવામાં આવતા ગ્રામજનોએ પોતાના પ્રશ્નો અને સૂચનો પણ રજૂ કર્યા હતાં,, કલેકટર પ્રશસ્તિ પારીકે ગામની મુલાકાત દરમિયાન ગ્રામપંચાયત, સસ્તા અનાજની દુકાન અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી,, કલેકટરે કચેરીના દફતર તપાસી અને ગ્રામજનોને અને આંગણવાડીના બાળકોને અપાતી સુવિધાઓની સમીક્ષા કરી હતી