હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘમહેર થઇ રહી છે અરવલ્લી જીલ્લામાં મેઘરાજા મહેરબાન થતા સવારથી વરસાદી માહોલ જામ્યો છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો અન્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થતા મુરઝાતી ખેતીને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો છે છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા જીલ્લાવાસીઓએ વરસાદના પગલે શીત લહેર પ્રસરતા હાશકારો અનુભવ્યો હતો
બંગાળની ખાડીમાં લોપ્રેશરં સક્રિય થવાને લઈ ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે અરવલ્લી જીલ્લામાં પણ મેઘરાજાનું આગમન થતા દિવસભર અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડતા મુરજાતી મોલાત મકાઈ, મગફળી અને સોયાબીન તેમજ કપાસના પાકને જીવતદાન મળ્યું છે.જીલ્લાના આકાશે વાદળો ઘેરાયેલા રહેતા મેઘરાજા વધુ હેતની હેલી વરસાવે તેવું લાગી રહ્યું છે જીલ્લાના અનેક જળાશયો,નદી-નાળા હજુ પણ પાણી વગર નિર્જન બની રહેતા લોકો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે