અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા કડક સુચનાઓ આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તૈયાર થઈ ગયું છે.
અમદાવાદ શહેરના ક્રુષ્ણનગર પોલીસ મથકમાં વર્ષ 2018 માં ખુનની કોશિષના ગુનામાં સિવીલ એન્ડ સેશન્સ કોર્ટ લાલ દરવાજા અમદાવાદ કોર્ટમાં ચાલી જતાં વર્ષ 2022 માં દોષિત ઠરી સજા પામેલો આરોપી ફરાર હતો.
જે આરોપી હિતેન્દ્રસિંહ ભુરસિહ સોલંકી તેના મુળ રહેઠાણ બીબીની વાવ તા. બાયડમાં છુપાયો હોવાની બાતમી આધારે આંબલીયારા પીએસઆઇ જે કે જેતાવત અને તેમની ટીમે બીબીની વાવ ગામે ત્રાટકી આરોપી હિતેન્દ્રસિંહને દબોચી લઈ ક્રુષ્ણનગર પોલીસ અમદાવાદ શહેરને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.