અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે શખ્ત કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે બુટલેગરો પોલીસને થાપ આપવા નિતનવા નુસ્ખા અપનાવી રહ્યા છે શામળાજી પોલીસે લકઝરી બસની ડેકીમાં સંતાડેલ 740 વિદેશી દારૂના પાઉચ અને બિયર ટન જપ્ત કરી ચાલકને દબોચી લીધો હતો અન્ય એક ડ્રાઇવર અને ક્લીનર ફરાર થઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરતા લક્ષ્મી ટ્રાવેલ્સ નામની લકઝરી બસની ડેકીમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારિત લકઝરી બસ આવતા અટકાવી તલાસી લેતા બસની પાછળની ડેકીમાંથી વિદેશી દારૂના પાઉચ-બિયર ટીન નંગ-740 કીં.રૂ.65280/- નો જથ્થો જપ્ત કરી ડ્રાઇવર પ્રભુસિંહ પન્નાસિંહ રાવત (રહે,આમનેર નયા ઘર, રાજસમંદ-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ, મોબાઈલ અને લકઝરી બસ મળી કુલ રૂ.8.67 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર બુટલેગર હીરાલાલ સાલ્વી (રહે,સરવાણીયા-રાજ) અને બસ ક્લીનર હેમુ (રહે,બરાર-રાજ) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા