ગુજરાત રાજ્યની 5 વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને લાખ્ખો રૂપિયા લઇ અનેક પૈસાદાર નબીરા અને યુવતીઓ નોકરી લાગી ગયા હતા સુરત ક્રાઈમ બ્રાંન્ચે ગેરકયદેસર ઉર્જા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો ઉર્જા કૌભાંડનો રેલો અરવલ્લી-સાબરકાંઠામાં પહોંચ્યો હતો જેમાં ઈશ્વર પ્રજાપતિ સહીત અન્ય ઉર્જા કૌભાંડમાં સંડોવાયેલ દલાલ-એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી મોડાસા વીજ કચેરીમાં ઉર્જા કૌભાંડમાં સામેલ કર્મીઓના નામ બહાર આવતા પોલીસ ધરપકડથી બચવા આગોતરા જામીન મેળવી લીધા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર,સુરત ક્રાઈમ બ્રાન્ચે આગોતરા જામીન લઇ હાજર થયેલ UGVCLના મહિલા કર્મચારી દક્ષા અલ્પેશ પ્રજાપતિ અને તેજસ ભરત પ્રજાપતિ તેમજ MGVCLના ચિરાગ છગન પટેલની ધરપકડ કરવાની કાર્યવાહી હાથધરી છે ત્રણે કર્મીઓ અરવલ્લી જીલ્લાના હોવાની જાણકારી બહાર આવી છે અત્યાર સુધી ઉર્જા કૌભાંડમાં નોકરી લાગેલ 13 કર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડમાં સામેલ 53 આરોપીઓની ધરપકડ કરી ચુકી છે ઉર્જા કૌભાંડ થકી નોકરી મેળવનાર ઉમેદવારોએ એજન્ટોને 10 લાખથી લઈ 15 લાખ રૂપિયા આપ્યા હોવાનું મનાઈ રહ્યું છે આ કૌભાંડમાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કોમ્પ્યુટર લેબના ઈનચાર્જ, એજન્ટો, શિક્ષકો અને હવે સરકારી કર્મચારીઓ મળી 53 જણાની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે.