ફૂટા નજીક ટીંટોઈ ગામના યુવકને ટક્કર મારી મોત નિપજાવનાર ઇકો કાર ના કાચ પર લખેલ લખાણ પોલીસને આરોપી સુધી લઇ ગયું
Advertisement
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર વણ ઉકેલ્યા ગુન્હાનો ભેદ ઝડપથી ઉકેલી કાઢી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહ્યું છે મોડાસા-શામળાજી હાઇવે પર ફૂટા ગામ નજીક ટીંટોઈ ગામના રાહદારી આશાસ્પદ યુવકને ટક્કર મારી મોત નીપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ જતા ટીંટોઈ પોલીસે મૃતકની લાશને પીએમ માટે ખસેડી ગુન્હો નોંધી ગણતરીના દિવસોમાં ટીંટોઈ ગામના ઇકો કાર ચાલક આરોપીને ઝડપી પાડી ગણતરીના દિવસોમાં અન ડીટેક્ટેડ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો
ટીંટોઈ પીએસઆઇ કોમલ રાઠોડ અને તેમની ટીમ ટીંટોઈ નજીક ફૂટા ગામ પાસેથી પસાર થતા હસમુખભાઈ પરાગભાઇ વણકરને અજાણ્યા વાહને ટક્કર મારી મોત નિપજાવત તાબડતોડ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથધરી અજાણ્યા વાહન ચાલક સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અકસ્માત સ્થળની આજુબાજુના સીસીટીવી તેમજ ગાજણ ટોલટેક્ષના સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા શંકાસ્પદ ઇકો કાર જોવા મળી હતી ઇકો કારની નંબર અંધારામાં દેખાતો ન હોવાથી પોલીસે ઇકો કારના આગળના કાચ પર રેડિયમથી લખેલ “માં કી દુઆ”ના લખાણના આધારે અન્ય ઇકો કારના ચાલકોને શંકાસ્પદ ઇકો કારનો ફોટો બતાવતા અકસ્માત સર્જનાર આરોપી મોહંમદ શોએબ મુસાભાઇ ખેરાડા (રહે.ટીંટોઈ)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી