21 C
Ahmedabad
Tuesday, December 5, 2023

અરવલ્લી : જીલ્લામાં સાર્વત્રિક સાંબેલાધાર વરસાદ, મોડાસા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં જળબંબાકાર, ધનસુરા-બાયડમાં આભ ફાટ્યું


બાયડનો લાંક ડેમ ઓવરફલો,ઉભરાણનું તળાવ ફાટતાં બજારોના માર્ગ નદીમાં ફેરવાયા,ધનસુરાના નીચાણવાળા વિસ્તારોમમાં પાણી ભરાયા

Advertisement

અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ ઍલર્ટ યથાવત

Advertisement

જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઝ-વે અને ડીપ પર પાણી ફરી વળતા અનેક વિસ્તારો ટૂંક સમય માટે સંપર્ક વિહાણો બન્યા હતા

Advertisement

અરવલ્લી જીલ્લામાં શનિવારે દિવસથી ધીમીધારે વરસાદનું આગમન થયા બાદ મોડી રાત્રે અને રવિવારે સવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા જીલ્લાના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જીલ્લાના ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઇ છે નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો મોડાસા શહેરમાં રવિવારે ધોધમાર વરસાદ ખાબકતા ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા નીચાણવાળી રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે

Advertisement

હવામાન વિભાગે ત્રણ દિવસની ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લામાં શનિવારે રાત્રીના સુમારે કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ થતા અને મેઘમહેર રવિવારે બપોર સુધી યથાવત રહેતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં ૨૪ કલાકમાં 6.5ઇંચ થી વધુ ,મેઘરજમાં 5.5 ઇંચ,ભિલોડામાં 5 ઇંચ,માલપુરમાં 3.5ઇંચ,બાયડમાં 8.5 ઇંચ અને ધનસુરા પંથકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણી થી તળબોળ બન્યા હતા ચોમાસુ ખેતીને તાતી જરૂરિયાત સમયે મેઘરાજાએ હેત વરસાવતા ભૂમિપુત્રો ઝુમી ઉઠ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!