અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમોનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારી રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લઇ મોતને ઘાટ ઉતારી રહ્યા છે મોડાસા શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવરાજધામમાં બીજના મેળામાં માલસામાન વેચી રોટલો રળવા આવેલ ડેમાઈના યુવકને ફૂડકોર્ટ નજીક કારે અડફેટે લેતા યુવક હવામાં ફંગોળાઈ કારની બોનેટ પર ધડાકાભેર પટકાયા બાદ રોડ પર પડતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજતા યુવક સાથે રહેલા લોકોએ ભારે આક્રંદ કરી મૂક્યું હતું કાર ચાલક રાહદારી યુવકને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
બાયડ તાલુકાના ડેમાઈ ગામમાં રહેતા સંજયભાઈ ભીખાભાઇ લુહાર નામનો યુવક અને તેનો પરિવાર લોકમેળામાં તંબુ તાણી વાસણો સહીત અન્ય માલસામાન વેચી જીવન નિર્વાહ ચલાવી રહ્યો હતો ભાદરવી બીજના દિવસે મોડાસાના દેવરાજ ધામમાં મેળો ભરાતો હોવાથી રોજી રોટી મેળવવા શનિવારે બપોરે પરિવાર સાથે પહોંચી તંબુ બાંધી સમાન ગોઠવી રાત્રે 9 વાગ્યાના સુમારે તેના સબંધી મિત્રો સાથે ચાલતા પેલેટ ચોકડી નજીક ચા પીવા નીકળ્યા હતા ફૂડ કોર્ટ નજીક પહોંચતા પાછળથી પુરઝડપે આવતી કારે સંજયભાઈને જોરદાર ટક્કર મારતા હવામાં ફંગોળાઈ કારની બોનેટ પર પટકાતા કાર ચાલકે કાર હંકારી મુકતા રોડ પર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર મોતને ભેટ્યા હતા અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા યુવકના પરિવારજનો અને સગા-સબંધી દોડી આવી આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી અકસ્માતના પગલે મોડાસા ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા