આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને તમાર રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.કોંગ્રેસ પક્ષ દ્વારા દિલ્હીની લોકસભા બેઠકો જીતવા માટે કવાયત હાથધરી કો-ઓર્ડીનેટરની નિમણુંકો કરવામાં આવી છે જેમાં દિલ્હીની દક્ષિણ બેઠક પર અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના કોંગ્રેસી અગ્રણી અને નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગુલામહુસેન ખાલકની નિમણુંક કરવામાં આવતા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
મોડાસા નગરપાલિકામાં સતત 6 ટર્મથી વિજેતા બનેલા અને નેતાજીના હુલામણા નામથી લોક ચાહના ધરાવતા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા ગુલામહુસેન ખાલકની ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા દક્ષિણ દિલ્હી લોકસભા બેઠકના કો-ઓર્ડીનેટર બનાવવામાં આવતા રાજ્ય કોંગ્રેસ અને મોડાસા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા મોડાસા શહેરના કસ્બા વિસ્તારના આગેવાનો અને કાર્યકરોએ સન્માન કાર્યક્રમ યોજી સન્માનિત કર્યા હતા