અરવલ્લી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં મેઘમહેર તો મેઘકહેર જોવા મળી રહી છે જીલ્લામાં રવિવારે સવારથી ધોધમાર વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે બાયડ શહેર અને સમગ્ર પંથકમાં જાણે આભ ફાટ્યું હોય તેમ 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા બાયડના ડેમાઈ ઈન્દીરાનગર અને વણઝારા વાસમાં પાણી ઘરમાં ઘુસી જતા 200 થી વધુ લોકો ફસાતા બાયડ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથધરી તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા
હવામાન વિભાગે અરવલ્લી જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે બાયડ શહેરમાં રવિવારે બારે મેઘ ખાંગા થતા સાંબેલાધાર વરસાદના પગલે ગણતરીના કલાકોમાં 10 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે લાખેશ્વરી વિસ્તાર અને શ્રીનાથ સોસાયટીના અનેક ઘરમાં પાણી ઘુસી જતા અનેક ગરીબ પરિવારોની ઘરવખરી પાણીમાં ડૂબી જતા આભ તૂટી પડ્યું છે 50 જેટલા રહીશોને બાજુમાં આવેલી સારસ્વત હાઈસ્કૂલમાં આશરો આપવાની ફરજ પડી હતી