અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી બુટલેગરો સામે જીલ્લા પોલીસતંત્રએ શખ્ત કાર્યવાહી હાથધરી છે બુટલેગરો માટે સિલ્ક રૂટ તરીકે જાણીતા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-8 પર શામળાજી પોલીસે રાઉન્ડ ધી ક્લોક વાહનોનું સઘન ચેકીંગ હાથધરી સતત વિદેશી દારૂ ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે ટ્રકમાં પાવડરની આડમાં સંતાડીને ઘુસાડાતા 13.23 લાખના વિદેશી દારૂ સાથે બે ખેપિયાને દબોચી લીધા હતા બુટલેગરોએ ટ્રકમાં 6 મજૂરો મારફતે ઠાંસી ઠાંસી દારૂ ભર્યો હતો
શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને વી.ડી. વાઘેલા અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથધરાતા PSI દેસાઈને રાજસ્થાનથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી રતનપુર ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં ઠાલવવા આવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી દીધી હતી મોડી રાત્રે બાતમી આધારિત ટ્રક આવતા પોલીસ સતર્ક બની ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી પાવડરની થેલીઓ ભરેલી હટાવતા તેની પાછળ રહેલી વિદેશી દારૂની 288 પેટી જોઈ ચોંકી ઉઠી હતી
શામળાજી પોલીસે ટ્રકમાં પાવડરની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ, બિયર ટીન અને વિદેશી દારૂના પાઉચ નંગ-9588 કીં.રૂ.1323480/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક શંકર નારાયણ મીણા (રહે,ધોડીબરના જોહીયાલા ફલા,ધોડી-રાજસ્થાન) અને ભૈંરુસિંહ મેઘસિંહ રાજપૂત (રહે,કુચોલી)ની ધરપકડ કરી વિદેશી દારૂ, મોબાઈલ અને ટ્રક મળી કુલ રૂ.23.25 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકમાં દારૂ ભરી આપનાર રાજસ્થાન ગોગુન્દા બજુનો ગામનો બુટલેગર વિજય અને 6 અન્ય બુટલેગરો તેમજ દારૂ મંગાવનાર સુરતના ભંવરલાલ શર્મા નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા