મોડાસા શહેરમાંથી દરરોજ એકઠા કરાતા સૂકા-લીલા કચરાના નિકાલ માટે જરૂરી ડમ્પિંગ સાઈડ નગરપાલિકા તંત્ર માટે માથાનો દુઃખાવો બની રહી છે જીલ્લા કોર્ટની નજીક આવેલ ડમ્પિંગ સાઈટ હટાવવા હાઇકોર્ટના ચુકાદા પછી ડમ્પિંગ સાઈડ માટે ત્રણ ચાર જગ્યાની ફાળવણી થયા બાદ સ્થાનિક લોકોના વિરોધના પગલે તંત્ર માટે ગળાનું હાડકું બનેલ ડમ્પિંગ સાઈડ માટે ગારૂડી ગામના ગૌચરમાં તંત્રએ જમીન ફાળવણી કરતા સ્થાનિક ગ્રામજનો સહીત આજુબાજુના 6 ગામના લોકોએ વિરોધ કર્યો હતો અને જીલ્લા કલેકટર સહીત રાજ્ય મંત્રીને રજુઆત કરી હતી પોલીસ કાફલા સાથે તંત્રએ ગૌચરમાં જમીન માપણી કરતા સ્થાનિક લોકો એ ભારે વિરોધ કરતા 50 થી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા વિરોધના સુર વચ્ચે તંત્ર દ્વારા જમીન માપણી પૂર્ણ કરવામાં આવી હતી
મોડાસા તાલુકાના ગારૂડી ગામના ગૌચરમાં મોડાસા નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ માટે સોમવારે સ્થાનિક લોકોના વિરોધ વચ્ચે જમીન માપણી હાથધરવામાં આવી હતી જમીન માપણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દીધો હતો તેમજ ગારૂડી ગામ તરફના તમામ માર્ગો પર બેરિકેડ લગાવી દઈ રસ્તાને નિયંત્રિત કર્યો હતો ગારૂડી ગૌચર જાણે યુદ્ધ મેદાન હોય તેવો ઘાટ સર્જાયો હતો જમીન માપણી કરવા તંત્રની ટિમ પહોંચતા ખેતર તરફથી ગામ લોકો દોડી આવી સૂત્રોચ્ચાર કરી માપણી બંધ રાખવા વિરોધ નોંધાવતા પોલીસે અગમચેતીના ભાગરૂપે 50 થી વધુ લોકોને ડિટેઇન કરી લીધા હતા જમીન માપણીના વિરોધમાં ગામના લોકો, મહિલાઓ સહીત બાળકો પણ દોડી આવ્યા હતા તંત્ર દ્વારા જમીનની માપણી શાંતિપૂર્ણ થતા હાશકારો અનુભવ્યો હતો
ગારૂડી ગામ લોકોનું કહેવું છે કે જો શહેરની ગંદકી ગામમાં ઠલવાય તો ખેતીની જમીન નષ્ટ થઇ જશે. જેથી ખેડૂતો પાયમાલ થઇ જશે. એટલું જ નહીં ગંદકીના કારણે લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે. જેના પગલે ગારૂડી ગામમાં ડમ્પિંગ સાઈડ કોઈપણ ભોગે ચાલુ નહીં કરવા દઈએ તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું