અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં આવેલ જીલ્લા સેવાસદન કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓને ખાનગી એજન્સી દ્વારા લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું ન હોવાથી સફાઈ કામદારો માટે લડત લડતા વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગતે સફાઈ કર્મીઓને લઘુત્તમ વેતનમાં એજન્સી અન્યાય કરતી હોવાથી લઘુત્તમ વેતન ચુકવવામાં આવેની માંગ સાથે જીલ્લા સેવાસદન કચેરીમાં હાથ પર આગ લગાવી માંગ કરતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા કેટલાક અરજદારો જાણે જાદુગર શો જોતા હોય તેવો અહેસાસ અનુભવ્યો હતો
અરવલ્લી જીલ્લા સેવાસદન પરિસરમાં આવેલ વિવિધ કચેરીમાં ખાનગી એજન્સી મારફતે કરાર આધારિત સફાઈ કર્મીઓનો છેલ્લા પાંચ વર્ષથી પગાર વધારો ન થતા અને લઘુત્તમ વેતનની ચુકવણી કરવામાં ન આવતા સફાઈ કર્મીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આ અંગે તંત્રમાં વારંવાર રજુઆત કરવા છતાં એજન્સી પગાર વધારો ન કરતા ગુજરાત વાલ્મિકી સમાજના પ્રમુખ લાલજી ભગત અને સફાઈ કર્મીઓએ લઘુત્તમ વેતન ચુકવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી તેમજ લાલજી ભગતે હાથ પર આગ લગાડી અનોખી રીતે વિરોધ કરી સફાઈ કર્મીઓને એજન્સી દ્વારા ખાનગી લઘુત્તમ વેતન ચુકવવામાં આવેની માંગ કરી હતી